શાળા રોજમેળ એક ક્લિકમાં

શાળા રોજમેળમાં આવક જાવકની સામાન્ય વિગતો દાખલ કરવાથી એક જ ક્લિકમાં શાળાનો રોજમેળ ઓડિટ માટે જરૂરી તમામ પરિશિષ્ઠ સાથે તૈયાર થઈ જાય છે. શાળાના આચાર્ય, સીઆરસી અને બીઆરસી માટે તૈયાર કરાયેલ આ એપ શાળાની હિસાબી પ્રક્રિયાને સંપૂર્ણપણે સરળ, ઝડપી અને ડીજીટલ બનાવે છે.

Shala Rojmel App Interface
About Shala Rojmel

શાળા રોજમેળ શા માટે

શાળાના વિવિધ હિસાબો માટે સરળ, ઝડપી અને સ્માર્ટ ડીજીટલ વ્યવસ્થા

અમે સમજીએ છીએ કે દરેક આચાર્ય એકાઉન્ટન્ટ નથી હોતા. વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની ગ્રાન્ટો શાળામાં આવતી હોય છે અને આ ગ્રાન્ટો સમયાંતરે વાપરવાની હોય છે. આ તમામ ગ્રાન્ટોના વર્ષ દરમિયાન આવક જાવકના હિસાબ રાખવા, કઈ ગ્રાન્ટ ક્યારે આવી, કઈ ગ્રાન્ટ કેટલી વપરાઈ અને કેટલી બાકી છે આ બધાનો હિસાબ રાખવો સરળ નથી હોતો અને વર્ષના અંતે ઓડીટ માટે રોજમેળ અને તેને લગતા વિવિધ પત્રકો તૈયાર કરવામાં ઘણા દિવસો લાગી જતા હોય છે. આ તમામ મુશ્કેલી અને મુંઝવણોનો એકમાત્ર ઉકેલ એટલે શાળા રોજમેળ.

શાળા રોજમેળમાં તમારું એકાઉન્ટ બનાવીને એક રોજમેળ બનાવી લો પછી જયારે જયારે કોઈ ગ્રાન્ટ આવે કે પછી ખર્ચ કરો, માત્ર એક નાનકડું ફોર્મ ભરીને તમે આવક જાવકની એન્ટ્રી કરી શકો છો. તમે કોઈ પણ સમયે કઈ કઈ ગ્રાન્ટ આવી છે, કેટલી વપરાઈ છે અને કેટલી બાકી છે વગેરે માત્ર એક ક્લિકમાં ગમે તે સ્થળેથી જોઈ શકો છો અને વર્ષના અંતે માત્ર એક જ ક્લિકમાં ઓડીટ માટે જરૂરી રોજમેળ સહીત તમામ પત્રકો ડાઉનલોડ કરી શકો છો. આ પત્રકોની પ્રિન્ટ કાઢી શાળામાં સાચવી શકો છો અને ઓડીટ માટે ઉપયોગ કરી શકો છો. શાળા રોજમેળ સરકાર માન્ય ફોર્મેટમાં તૈયાર થતો હોવાથી કોઈ સમસ્યા વગર તમે ઓડીટ કરાવી શકો છો. શાળા રોજમેળના ઉપયોગથી ગ્રાન્ટ અને હિસાબને લગતા તમારા તમામ પ્રશ્નો દુર થઇ જશે.

મુખ્ય વિશેષતાઓ

તમારા શાળાના નાણાકીય વ્યવસ્થાપનને કાર્યક્ષમ રીતે કરવા માટે તમને જે જોઈએ છે તે બધું

Digital Ledger

ડિજિટલ રોજમેળ

કાગળ આધારિત રોજમેળને અમારી સુરક્ષિત ડિજિટલ સિસ્ટમ સાથે બદલો

Transaction Tracking

આવક જાવક ટ્રેકિંગ

કોઈપણ સ્થળેથી તમામ આવક અને જાવકનો વિગતવાર વર્ગીકરણ સાથે હિસાબ રાખો.

Reports

ઓટોમેટીક પરિશિષ્ઠો

માત્ર એક ક્લિકમાં તમામ પરિશિષ્ઠો અને રોજમેળ આપમેળે તૈયાર કરો.

Multi Language

ગુજરાતી ભાષા

વਪਰાશકર્તાની સરળતા માટે શાળા રોજમેળ સંપૂર્ણપણે સ્થાનિક ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ

Secure

સુરક્ષિત અને વિશ્વસનીય

શાળા રોજમેળ બેંક સ્તરની સુરક્ષા અને નિયમિત બેકઅપની સુવિધા પ્રદાન કરે છે.

Mobile App

મોબાઇલ એપ

શાળા રોજમેળની મોબાઇલ એપ અને વેબસાઈટથી તમારા રોજમેળને કોઈપણ સ્થાનેથી ઍક્સેસ કરો

કેવી રીતે કામ કરે છે

શાળા રોજમેળ સાથે શરૂઆત કરવા માટે સરળ પગલાં

1

એકાઉન્ટ બનાવો

તમારા ઈમેલ સાથે એકાઉન્ટ બનાવો, તમારી માહિતી દાખલ કરો અને શાળા રોજમેળ એપના ઉપયોગ માટે તમારું એકાઉન્ટ તૈયાર થઇ જશે.

2

રોજમેળ બનાવો

ગ્રાન્ટ હેડ અને ઓપનિંગ બેલેન્સ સાથે સામાન્ય વિગતો સાથેનું ફોર્મ ભરો અને તમારો રોજમેળ ટ્રાન્ઝેક્શન દાખલ કરવા માટે તૈયાર થઇ જશે.

3

ટ્રાન્ઝેક્શન દાખલ કરો

સામાન્ય ફોર્મ ભરીને તમારા આવક જાવકના ટ્રાન્ઝેક્શન દાખલ કરો. તમારો રોજમેળ જરૂરી બધા જ પરિશિષ્ઠ સાથે તૈયાર થઇ જશે.

અમારા યુઝરો શું કહે છે

સમગ્ર ગુજરાતના યુઝરો દ્વારા વિશ્વસનીય

આકર્ષક કિંમત

તમારી જરૂરિયાત મુજબનો પ્લાન પસંદ કરો

1 રોજમેળ

₹199

  • 1 રોજમેળ બનાવો
  • એક નાણાકીય વર્ષ માટે
  • એપ અને વેબ ઍક્સેસ
  • કોઈ જાહેરાત નહીં
  • સરળ અને સુરક્ષિત
2 રોજમેળ

₹299

  • 2 રોજમેળ બનાવો
  • એક નાણાકીય વર્ષ માટે
  • એપ અને વેબ ઍક્સેસ
  • કોઈ જાહેરાત નહીં
  • સરળ અને સુરક્ષિત
3 રોજમેળ

₹399

  • 3 રોજમેળ બનાવો
  • એક નાણાકીય વર્ષ માટે
  • એપ અને વેબ ઍક્સેસ
  • કોઈ જાહેરાત નહીં
  • સરળ અને સુરક્ષિત

મદદ અને સહાય

શાળા રોજમેળ માટે મદદ અને સહાય મેળવો

વારંવાર પૂછાતા પ્રશ્નો

શાળા રોજમેળ એ શાળાના આચાર્ય, સીઆરસી, બીઆરસી માટે આવક જાવકના હિસાબ રાખવા માટે, ઓડીટ માટે જરૂરી તમામ પત્રકો સાથે સરકાર માન્ય રોજમેળ બનાવવા માટે ઉપયોગી છે.

જયારે જયારે ગ્રાન્ટ જમા થાય, જયારે જયારે તમે કોઈ ખર્ચ કરો ત્યારે જો તમે આવક જાવકની એન્ટ્રી કરતા રહો તો અંતમાં માત્ર એક જ ક્લિકમાં તમારા બધા પત્રકો સાથેનો રોજમેળ તૈયાર થઇ જશે.

હા, તમે એક ડેમો રોજમેળનો ઉપયોગ કરીને રોજમેળ રીતે બને છે તે શીખી શકો છો. તમારો રોજમેળ બનાવવા માટે તમારે ખરીદી કરવી પડશે.

તમે એપની ખરીદી વિભાગમાં આપવામાં આવેલા ગુગલ પેમેન્ટથી ખરીદી કરી શકો છો, જો તમારે અન્ય વિકલ્પો જેમ કે યુપીઆઈ અથવા પીએફએમએસથી ખરીદી કરવા માંગો છો તો તમે અમારી વેબસાઈટની મુલાકાત લઇ શકો છો.

હા, શાળા રોજમેળ એપ અને વેબસાઈટમાં રોજમેળ બનાવવો ખુબ સરળ છે, તમારે માત્ર આવક જાવકની એન્ટ્રી કરવાની છે અને બાકીનું બધું જ કામ આપમેળે થઇ જશે.

હા, શાળા રોજમેળ સરકારી ધારાધોરણ મુજબ બનતો હોવાથી ઓડીટ માટે માન્ય છે.

રોજમેળનું નામ, નાણાકીય વર્ષ, બેંકનું નામ અને બેંક એકાઉન્ટ નંબર રોજમેળ બનાવ્યા બાદ સુધારી શકાતું નથી એટલે તમારે આ વિગતો દાખલ કરતી વખતે ખાસ કાળજી રાખવી જરૂરી છે.

ટ્યુટોરિયલ જુઓ

Shala Rojmel Tutorial Video

સંપર્ક કરો